અવિગત જાણો તમે ગુરૂજી અમારા,
વિવેકી સંતની ખબરૂપડે ,
આમાં માલમુ પડે…..
કારીગર કાચના પુતળા બનાવ્યા,
વિદાગર ગોડીયા વિદાવુ કરે,
પરદે રહી દૌરયુ હલાવે,
બારીગર પુતળા ફરતાં ફરે…
બાવન બજારૂ સોરાશી સોરટા,
વણજારો બેઠો વણજુ કરે,
એમાથી ત્રણગુણ મોહની લગાડે,
સુનિજન મુનિજન પાયતો પડે…
દશમે મોલે સદગુરૂ દાતાં,
ત્રણભુવન ત્રાજવે તોળે,
સત વચનની સાન સમજીલૌ,
સદગુરૂ તમારી સહાયતાં કરે….
કુવાની સાયડી કુવામાંજ વિરમે,
હરખને શોકની ન હેડકી સડે,
મોતિરામ ચરણે બોલ્યા મેરામ સાહેબ,
તમારી ઉપમાં તમને સડે…..