કોઈ રે બતાવો અમને જોગીડો,
જોગી મારી કાયાનો ઘડનાર,
જોગી હશે તોજ અમે જીવીશું,
નહીંતર તજુ મારા પ્રાણ….
ચોપાઠ ઢાળી રે સખી મેતો શુનમાં,
ખેલું હુતો મારા પિયુ સંગાથ,
એવી હું હારુ તો પીયૂજીની દાસી,
અને પિયુ જીતે તો રહેશે મારી પાસ.
કોઈ બતાવો અમને…..
એવી હુરે હરણી પિયુ મારા પારધી,
માર્યા મને શબદ કેરા બાણ,
એવા બાણ જેને લાગ્યા હશે,
સોહી નર જાણશે અવર શુ જાણે અજાણ.
કોઈ બતાવો અમને…..
એવી હુરે પ્યાસી પિયુના નામની,
જપુ હુતો પિયુ પિયુ જાપ,
મચંદર પ્રતાપે ગોરખ બોલ્યા,
જોગી મારા તન મન નો આધાર.
કોઈ બતાવો અમને…..