81 સદગુરુ સાહેબ સઇ કર્યા


સદગુરુ સાહેબ સઇ કર્યા
ને પ્રેમજ્યોતિ પ્રકાશી.
અખંડ જાપ આયો આતમરો,
કટી કાલકી ફેંસી
સદગુરુ સાહેબ સઇ

ગગન ગરજીયા શ્રાવણે સૂણ્યા,
મેધ જ બારેમાસી,
ચમક દામની ચમકત લાગી,
દેખ્યા એક ઉદસી
સદગુરુ સાહેબ સઇ

ગેબ તણાં ઘડીયાળા સામે,
દ્રત ગયા દળ નાસી
ઝીલપણાંમાં ઝાલર વાગી,
ઉદય ભયા અવિનાશી
સદગુરુ સાહેબ સઇ

મહીં વલોવ્યા માખણ પાયા,
ધૃત તણી ગમ આસી
ચાર સખી મિલ ભયા વલોણાં,
અમર લોક કા વાસી
સદગુરુ સાહેબ સઇ

સમ ફ્રીપ ને સાયર નાહીં,
નહીં ધરણી આકાશી,
એક નિરંતર આતામ બોલે,
સો વિધી વિરલા પાસી
સદગુરુ સાહેબ સઇ

ગેબ નિરંતર ગુરુ મુખ બોલ્યા,
દેખ્યા શ્યામ સુંવાસી,
સ્વપ્ન ગયા ને સાહેબ પાયા,
ભાણા ભયા સમાણી
સદગુરુ સાહેબ સઇ


Leave a Reply

Your email address will not be published.