87 સખી જો ને દેખાડું મારો શામળીયો


સખી જો ને દેખાડું મારો શામળીયો,
એ તો મોહન મોરલી વાળો,કે નંદજીનો લાલો,
કે આવ્યો મારો શામળિયો…..

ગોરા કુંભારની નોકરી કરતો તો,
ઘણા માટીના ઘા એ તો ઘડતો તો,
એ તો ઘાટ નવા નવા ઘડતો,
ભક્તોના મન હરતો…
દેખાડું મારો શામળીયો

એ તો નામદેવ દરજીને ખબર પડી,
મારો વ્હાલો રહેતો નથી મંદિર મહી,
એ તો દોડીને દોટ સીધી મુકતો,
દેખાડું મારો શામળીયો

મેં તો દીનાનાથને દાસ કીધો,
મારી વારે આવ્યો મારો વિટ્ઠલો,
ગોરો ઉભો ઉભો હરખાતો
દેખાડું મારો શામળીયો

ત્યાં તો માટી ખોદીને મારો વ્હાલો આવ્યો,
ત્રિકમ તગારું લઈને લક્ષ્મીજી ચાલે,
ગરુડ ગધેડું લઈને ભાર ઘણો ખેંચે
હોંચી હોંચી બોલે
દેખાડું મારો શામળીયો

ભક્ત ભગવાનની આંખ જ્યાં એક
ગોરા દંડવત કરે છે ચરણ ભણી,
વ્હાલો ભક્તોને વશ થઇ જાતો,
ભક્તોના ગુણ ગાતો
દેખાડું મારો શામળીયો


Leave a Reply

Your email address will not be published.