ઓ ગોકુળ વાળા તારે ને મારે ભાઈબંધી
એ ભાઈબંધી રે વાલા ભાઈબંધી
ઓ ગોકુળવાળા….
તું ગોકુળ માં ગાવડી ચારતોતો
તું ગોપિયું ના માટલા ફોડતો તો
તું અમને ખૂબ ખીજવાડતો તો
ઓ ગોકુળ વાળા….
અમે યમુના ની રેતી માં રમતા તા
દહીં ભાત ને ઢેબરા જમતા તા
તને ગોવાળિયા ખૂબ ગમતા તા
ઓ ગોકુળ વાળા…
તે કાળી ને મર્દન કર્યો હતો
તે યમુના ના જળ મીઠા કર્યા હતા
તે મામા માસી ને માર્યા હતા
ઓ ગોકુળ વાળા….
તું મીઠી મીઠી મોરલી વગાડતો તો
તું સુતેલા હૈયાં જગાડતો તો
તું ભ્રીતી સૌની ભગાડતો તો
ઓ ગોકુળ વાળા…..
તું મથુરા નો ઠાકોર થઈ બેઠો
તારા બાદશાહી ઠાઠ નો નઈ નેઠો
આવ ભેટિયે જરા ઉતર હેઠો
ઓ ગોકુળ વાળા….
મારી પ્રીતિ પુરાણી યાદ રાખજે
એક અમી ની દ્દષ્ટિ મુજ પર નાખજે
રાધેશયામ મંડળ ને શરણે રાખજે
ઓ ગોકુળ વાળા…..