નંદલાલ આવજો હો આજ એકાદશી છે
દર્શન આપજો હો આજ એકાદશી છે
પાવન કરવા પ્રભુ પ્રેમ થી પધારજો
સુંદરવર સંગ માં રાધાજી ને લાવજો
સ્વાગત સ્વીકારજો હો આજ એકાદશી છે
અંતર ના આંગણિયે ઉતારા આપશું
મન ના મંદિર યામાં તમને પધરાવશું
દેવ દયા લાવજો હો આજ એકાદશી છે
દિલ ના દરવાજે તોરણ બંધાવશું
ભાવના ના પુષ્પો ની પાંખડી ધરાવશું
હૈયું હરખાવજો હો આજ એકાદશી છે
શ્રી રણછોડ તમને મળવાનું મન છે
નહિ આવો તો શ્યામ તમને મારા સોગંદ છે
આંખડી ઠારજો હો આજ એકાદશી છે