એલા કાનુડા તારી લગન મને લાગી
મારા વ્હાલા,
તારો મલક મારે જોવો છે….
એલા કાનુડા અંતરમાં ઝંખના જાગી,
મારા વ્હાલા….
મારે જાવું છે વનરાવન વાટે ,
રાસ રમવાને જમુનાને કાંઠે,
એલા કાનુડા મનડામાં મોરલી વાગી
મારા વ્હાલા….
મને ખાવું પીવું કાંઈ નો ભાવે,
આંખ મીચું ત્યાં તું નજરે આવે,
એલા કાનુડા લોકોની લાજ મેં ત્યાગી
મારા વ્હાલા…..
મને લાગી છે મોહન ની માયા,
બની રહું સદા તારી રે છાયા,
એલા કાનુડા બિંદુ રહ્યો છે માગી
મારા વ્હાલા…..