આનંદ આનંદ છે ગોકુળિયા ગામમાં
કંકુ ને ચોખા લઈ ને રે
હાલો હાલો લાલા ને જોવા જઈએ રે
પારણીયે ઝુલે છે જશોદા નો જાયો
હરખે હાલરડાં ગાઈએ રે
હાલો હાલો લાલા ને જોવા જઈએ રે
સોનાનો સૂરજ તો ઊગ્યો આંગણિયે
નીરખી ને રાજી થઈએ રે
હાલો હાલો લાલા ને જોવા જઈએ રે
ઢોલ નગારાં ને શરણાયું વાગતી
પ્રેમે પાગલ સહુ થઈયે રે
હાલો હાલો લાલા ને જોવા જઈએ રે
વૈકુંઠ ઉતાર્યું વાલે વૃજ રે ધામ મા
લાખેણો લહાવો લઈએ રે
હાલો હાલો લાલા ને જોવા જઈએ રે
બિંદુ ના શ્યામ નું મુખલડું મલકે
વારી વારી વારણા લઈએ રે
હાલો હાલો લાલા ને જોવા જઈએ રે