હું તો જમુના ને તીરે ગઇતી રાજ,
કાના હારે મન લાગ્યું…
મારે નજર નજર એક થઇ તી રાજ…
કાના હારે મન લાગ્યું…
એને જોયો ને મનડું મોહ્યું રાજ
કાના હારે મન લાગ્યું…
ભાન હૈયાનું મેં તો ખોયું રાજ
કાના હારે મન લાગ્યું…
મારા કાળજડે પ્રેમ બાણ વાગ્યા રાજ
કાના હારે મન લાગ્યું…
ઘા એના તે વહમાં લાગ્યા રાજ
કાના હારે મન લાગ્યું…
મને ખાવું પીવું નો ભાવે રાજ
કાના હારે મન લાગ્યું…
મારા સપના માં રોજ રોજ આવે રાજ
કાના હારે મન લાગ્યું…
મારી સાહેલી સહુ એ પૂછે રાજ
કાના હારે મન લાગ્યું…
એનો જવાબ કાઈ નો સુજે રાજ
કાના હારે મન લાગ્યું…
એની મોરલી એ કામણ કીધું રાજ
કાના હારે મન લાગ્યું…
ચિત્ત બિંદુ નું ચોરી લીધું રાજ
કાના હારે મન લાગ્યું…