હે બાયુ વ્રજમાં વાતું એવી થાય છે,
કાન ગોકુળ મૂકી મથુરા જાય છે રે
રથ જોડીને અક્રૂર આવીયા રે,
એ તો સાચો સંદેશો લાવીયા રે
કોઈ દાડો હરિને નથી દુભવ્યા રે,
તોયે આવડા ઉદાસ કેમ થાઓ છો રે
ચાલો સૈયર આપણે અરજ કરીએ રે,
હાથ જોડી હરિના હૈયા ઠારીએ
એમ કહીને ગોપી સહુ ટોળે મળી રે,
દાસ ગોપાલ ના નાથને ઘેરી વળી રે