હરવા ભૂમિ કેરો ભાર
કનૈયા આવોને એકવાર,
ભૂમિ કેરો ભાર વધ્યો છે,
દુષ્ટ જનોએ કેર કીધો છે,
ટુટે મર્યાદા ની પાળ
કનૈયા આવોને એકવાર….
હત્યા ગૌ માતાની થાતી,
ધીરજ ખૂટી ધરણી માતાની,
મૂંગા જીવ કરે પોકાર
કનૈયા આવોને એકવાર….
બેન ભાણેજની લાજ લૂંટાય છે,
માતા પિતા વૃદ્ધાશ્રમ માં જાય છે,
માતા પિતા નું દિલડું દુભાય
કનૈયા આવોને એકવાર….
ધર્મ ધુરંધર આપ કહેવાઓ,
ચક્ર સુદર્શન લઈને આવો,
સંત જનોના પ્રાણ આધાર
કનૈયા આવોને એકવાર….
ડૂબતી તારો મારી નૈયા,
તેને પાર કરોને કનૈયા,
ભક્તો વિનવે વારંવાર
કનૈયા આવોને એકવાર….