કૃષ્ણ તારા અંગરખામાં લાલ પીળી છે ભાત,
હ્રદય માં રહેજો દી ને રાત….
નાના નાના કેશ વાંકડિયા
ચાલતા દીઠા પ્રભુ પાતળીયા,
ઝણ ઝણ ઝાલર વાગે પગમાં,
નાના રૂપાળા પાંવ….
શિકે થી મહીં નાખ્યા ઢોળી
ઘા કરી ને મારી ગોળી ફોડી,
જશોદા માં આવે લાલાને ધમકાવે,
બાંધે છે એના હાથ…..
ઓરડે થી ઓસરીએ આવ્યા,
ગાયો દેખીને મન મલકાયા,
લલાટ માં ચાંદલો ચમકે જેવા
દાડમ કળીયા દાંત…..
માતા જશોદા ગાય દોવા ચાલ્યા,
કજિયો કરીને કાનો પાછળ દોડ્યા,
નંદબાવા આવે લાલાને સમજાવે
માથે મૂકીને હાથ….
માતા જશોદા જળ ભરવા ચાલ્યા,
કાનો પાછળ પાછળ આવ્યા,
માથે બેડું કેમ કરી તેડું,
લીધી નો મૂકે વાત….
લીલી ચોરણી માથે ટોપી,
અંગરખાં માં રહ્યા છો ઓપી,
નંદનો લાલો લાગે ઘણો વ્હાલો,
દેજો શ્રી વ્રજ માં વાસ….