બરસાના માં રાધા,મેવાડમાં મીરાંબાઈ,
બોલ કનૈયા બોલ તને કોણ લાગે વ્હાલું…
રાધા ને સોહે ચૂંદડી
મીરાંને ભગવો ભેખ…બોલ કનૈયા
રાધાને સોહે ટીલડી
મીરાંને તિલક હોય….બોલ કનૈયા
રાધાને સોહે હારલો
મીરાંને તુલસી હોય …બોલ કનૈયા
રાધાના હાથમાં ડાંડીયા
મીરાંને કડતાલ હોય …બોલ કનૈયા
રાધાને સોહે ચૂડલો
મીરાંને બેરખા હોય …બોલ કનૈયા
રાધાને સોહે ઝાંઝર,
મીરાંને ઘૂંઘરું હોય …બોલ કનૈયા
મીરાંને કરવી ભક્તિ,
રાધાને પ્રેમ હોય …બોલ કનૈયા