કાનુડા તું મારે ઘેરે આવ મારુ ઘર પહેલુ છે
મારે ઘરે છે તુલસીનો ક્યારો
શાલિગ્રામની સેવા થાય મારુ ઘર પહેલુ છે
મારે ઘરે છે ગાયું ના દુજાણા
દૂધના કટોરા ધરાય મારુ ઘર પહેલુ છે
મારે ઘરે છે મહિના વલોણાં
માખણ મિસરી ધરાય મારુ ઘર પહેલુ છે
મારે ઘરે છે નાના નાના છૈયાં
ગેડી દડે રમત્યું રમાય મારુ ઘર પહેલુ છે
મારે ઘરે આવે વૈષ્નવ ના ટોળા
આનંદ મંગલ થાય મારુ ઘર પહેલુ છે
મારે ઘરે આવે સત્સંગી બહેનો
નિત્ય નિત્ય સત્સંગ થાય મારુ ઘર પહેલુ છે