કાના કાળા રે મારા વ્હાલા
મારે ઘેરે આવજે માખણ ખાવા
સુદામા બોલાવે પોરબંદર વાળા
ટૂંકી તે પોતડી ને હાથમાં છે માળા
નરશીજી બોલાવે જૂનાગઢ વાળા
હાથમાં કરતાલ ને કાં ટોપી વાળા
મીરાંબાઈ બોલાવે મેવાડ વાળા
હાથમાં તમ્બૂરો ને મુખમાં ગોવિંદા
સખુબાઈ બોલાવે લાંબી લાજ વાળા
મારે ઘેરે આવજે પાણી ભરવા
કર્માબાઈ બોલાવે ભક્તિ વાળા
મારે ઘેરે આવજે ખીચડો ખાવા
દ્રૌપદી બોલાવે હસ્તિનાપુર વાળા
ભરી સભામાં લાજ રાખનારા
ગોરા કુંભાર બોલાવે પંઢરપુર વાળા
માટી ના ઘાટ ઘડનાર મારા વ્હાલા
બજરંગદાસ બોલાવે બગદાણા વાળા
સીતારામ સીતારામ બોલો મારા વ્હાલા
સતસંગી બોલાવે મુંબઈ વાળા
એકવાર દર્શન દેજો મારા વ્હાલા