08 વીર જુલે ત્રીશુલા જુલાવે


વીર જુલે ત્રીશુલા જુલાવે,
ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે,
ઘડી રમે ધડી હસે કરે મન માની,
શિશુ બની ને ખેલે જગનો સ્વામી,
પ્યાર ભરી માતા પોઢાડે, પોઢાડે,
ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે,
વીર જુલે ત્રીશુલા જુલાવે,
ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે.

સોનાના,ફૂમકા ને હીરાના જુમ્ખા,
પારણીયે બાંધ્યા મોતીના જુમ્ખા,
જળાહળા તેજ કરે નીલ વાળા,
કૃપા કેરી ઘંટડીના થાય રણકાર,
હીરા કેરી દોરી બંધાવે,બંધાવે,
ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે,
વીર જુલે ત્રીશુલા જુલાવે,
ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે.

માતા હરખાતી મનમાં મલકાતી,
મુખડું દેખીને મમતા છલકાતી,
ચૂમી કરે વાલ કરે બને ઘેલી ઘેલી
હૈયું વરસાવે હેતની હેલી,
સ્નેહ ભર્યા નયને નિહાળે, નિહાળે,
ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે,
વીર જુલે ત્રીશુલા જુલાવે,
ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે

ઘડી રમે ધડી હસે કરે મન માની,
શિશુ બની ને ખેલે જગનો સ્વામી,
પ્યારભરી માતા પોઢાડે, પોઢાડે,
ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે,
વીર જુલે ત્રીશુલા જુલાવે,
ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે,


Leave a Reply

Your email address will not be published.