12 હાલા વાલા લાડકડા ઘનશ્યામને


હાલા વાલા લાડકડા ઘનશ્યામને હાલા ગાવ રે,
ઘડીક જંપી જવો ટો વાલા જમુના પાની જાવ રે,
હાલા વાલા લાડકડા ઘનશ્યામને હાલા ગાવ રે,

રસોઈ હજી કરી નથી ને જમવા ક્યાંથી દવ રે,
ઘડીક જંપી જાવતો વાલા ખજા બનાવી દવ રે,
હાલા વાલા લાડકડા ઘનશ્યામને હાલા ગાવ રે,

ગાયો હજી દોય નથી ને દુધડા ક્યાંથી દવરે,
ઘડીક જંપી જાવતો વાળા માખણ મિશ્રી દવ રે,
હાલા વાલા લાડકડા ઘનશ્યામને હાલા ગાવ રે,

સારે ઢેકાણે સગાઈ કરશું રૂડી લાવશું વહુ રે,
જાદવકુળની જાન જોડીશું જાનમાં આવશે સૌ રે,
હાલા વાલા લાડકડા ઘનશ્યામને હાલા ગાવ રે,

સુરત શહેરની સાડી મંગાવશું નાણા દેશું બોવ રે,
સાડી પહેરી રસોય કરશે કાના તારી વહુ રે,
હાલા વાલા લાડકડા ઘનશ્યામને હાલા ગાવ રે,

માખણ જેવી પૂરી બનાવશે કાના તારી વહુ રે,
ભેગા બેસીને ભોજન કરશું તાન કરેશે તારી વહુ રે,
હાલા વાલા લાડકડા ઘનશ્યામને હાલા ગાવ રે,

બાલ કૃષ્ણનું હાલરડું જે ભાવ ધરી ને ગાય રે,
ગાય ને ગવરાવે એનો વ્રજમાં વાસ થાય રે,
હાલા વાલા લાડકડા ઘનશ્યામને હાલા ગાવ રે,


Leave a Reply

Your email address will not be published.