સુઈજાવ ને કાન પોઢીજાવ ને કાન
હાલરડાં હુલરાવે જશોદા માવડી,
કાના કામ કરું કે તુજને તેડું,
હે મારે જાવુછે જળ જમુનાનું બેડું,
સુઈજાવ ને કાન પોઢીજાવ ને કાન,
કાના બારે તે બાઘડા બોલે છે,
તારે પારણીએ મોરલા ટહુકે છે,
સુઈજાવ ને કાન પોઢીજાવ ને કાન,
તારા પારણીએ હીરલાની દોરી,
તને હિચોળે જશોદા માવલડી,
સુઈજાવ ને કાન પોઢીજાવ ને કાન,
શ્રી વાલ્ભના સ્વામી ને જાવું વારણીએ,
કાના રોકે સો બેઠાછો પારણીયે,
સુઈજાવ ને કાન પોઢીજાવ ને કાન
હાલરડાં હુલરાવે જશોદા માવડી,