શ્રી વલ્લભ વલ્લભ ગાવો
તો ભવસાગર તરી જાવો
વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે
એકડે એક શ્રી મહાપ્રભુજીની ટેક,
વાલા વૈષ્ણવ ગૌલોક જાવું શૈલ છે
બગડે બે શ્રી મહાપ્રભુજી ની જય,
વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે
શ્રી વલ્લભ વલ્લભ ગાવો
ત્રગડે ત્રણ તમે સાંભળો વૈષ્ણવજન,
વાલા વૈષ્ણવ ગૌલોક જાવું શૈલ છે
ચોગડે ચાર સત્ય ઉચાર,
વાલા વૈષ્ણવ ગૌલોક જાવું શૈલ છે
શ્રી વલ્લભ વલ્લભ ગાવો
પાચડે પાચ શ્રીમદ ભાગવત વાચ,
વાલા વૈષ્ણવ ગૌલોક જાવું શૈલ છે
છગડે છ શ્રીગુરુદેવની જય વાલા વેષ્ણવ
ગૌલોક જાવું શૈલ છે
શ્રી વલ્લભ વલ્લભ
સાતડે સાત ચાલો વૈષ્ણવ કરીએ વાત,
વાલા વૈષ્ણવ ગૌલોક જાવું શૈલ છે.
આઠડે આઠ કરો યમુનાષ્ટક ના જપ,
વાલા વૈષ્ણવ ગૌલોક જાવું શૈલ છે
શ્રી વલ્લભ વલ્લભ ગાવો
નવડે નવ જય કૃષ્ણ બોલો સૌ,
વાલા વૈષ્ણવ ગૌલોક જાવું શૈલ છે
એકડે મીડે દસ આટલું કરોતો બસ,
વાલા વૈષ્ણવ ગૌલોક જાવું શૈલ છે
શ્રી વલ્લભ વલ્લભ
શ્રી કૃષ્ણદાસની વાણી તમે સાંભળો સારંગ,
પાણીવાળા વૈષ્ણવ ગૌલોક રમવું છે
અરે ભૂલ્યા હોય અમે તો માફ કરજો તમે,
વાલા વૈષ્ણવ ગૌલોક જાવું શૈલ છે
શ્રી વલ્લભ વલ્લભ