જમો જમો રે મારા જીવન જુગતે,
ભોજનિયાં રસ ભરિયાં રે;
પાક શાક તમ સારુ પ્રીતમ,
કોડે કોડે કરિયાં રે…
તળિયાં ગળિયાં તાજાં તાતાં,
કનક થાળમાં ભરિયાં રે;
આરોગો મારા નાથ અલૌકિક,
ઘૃત ઝાઝાં ઘેબરિયાં રે…
કઢી વડી કારેલાં કાજુ,
રાઈતણાં દહીંથરિયાં રે;
જોઈએ તો ઉપરથી લેજો,
માઠું જીરું ને મરિયાં રે….
બ્રહ્માનંદના નાથ શિરાવ્યા,
દૂધભાત સાકરિયાં રે;
ચળું કર્યું હરિ તૃપ્ત થઈને,
નીરખી લોચન ઠરિયાં રે…