અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે,
જીવનમુક્ત જોગિયા અંતર અરોગી રે
અનુભવી આનંદમાં
જે શીખે જે સાંભળે ત્રિપુટીને તાને રે,
મનનું કૃત્ય મન લગી અસત્ય માને રે
અનુભવી આનંદમાં
જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગતૃષ્ણા પાણી રે,
તેમાં મોહ ન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે
અનુભવી આનંદમાં
જે વડે આ જક્ત છે તેને કોઈ ન જાણે રે,
મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડાં માણે રે
અનુભવી આનંદમાં