અનુભવીને અંતરે રહે રામ વાસે રે,
જે બોલે જે સાંભળે દૃષ્ટિ પ્રકાશે ર
અનુભવીને અંતરે
જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે,
ભાત દેખી ભૂલે નહિ અનુભવ ઉજાસે રે
અનુભવીને અંતરે
કેસરી કેરા ગંધથી કરી કોટિ ત્રાસે રે,
તેમ આત્માના ઉદ્યોતથી અજ્ઞાન નાસે રે
અનુભવીને અંતરે
હું ટળ્યે હરિ ઢૂંકડા તે ટળાય દાસે રે,
મુક્તાનંદ (કહે) મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે
અનુભવીને અંતરે