અનુભવીને આપદા અંતરથી ભાગી રે,
અંતરજામી ઓળખ્યા તહાં લગની લાગી રે
અનુભવીને આપદા
ઊરમિ ને ત્રણ ઈષણા અહંતાને ત્યાગી રે,
જક્ત જીવન જોઈને ત્યાં બુદ્ધિ જાગી રે
અનુભવીને આપદા
ચૌદ લોક વૈકુંઠ લગી માયાની પાગી રે,
તેથી અનુભવી અળગા રહે ત્રય તાપ આગી રે
અનુભવીને આપદા
અષ્ટ સિદ્ધિ નવ નિધિ તે નિર્માલ્ય ત્યાગી રે,
મુક્તાનંદ કહે ગુરુમુખી રહે રામરાગી રે
અનુભવીને આપદા