આજની ઘડી રે ધન્ય અજની ઘડી;
મેં નીરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી
કામ ક્રોધ ને લોભ વિષે, રસ ન શકે નડી;
માવજીની મૂર્તિ મારા, હૃદયમાં ખડી રે
જીવની બુદ્ધિ જાણી ન શકે, એ મોટી અડી;
સદ્ગુરુની દૃષ્ટિ થાતાં, વસ્તુ એ જડી રે
ચોર્યાશી ચહુ ખાણમાં, હું થાક્યો આથડી;
અંતર હરિશું એકતા રે, દુબધા દૂર પડી રે
જ્ઞાન કુંચી ગુરુ ગમસે, ગયાં તાળાં ઉઘડી;
લાડુ સહજાનંદ નિહાળતાં, ઠરી આંખડી રે