આરતી પ્રગટ પ્રભુજીકી કીજે;
ચરણકમળ લખી અંતર લીજે
આરતી પ્રગટ
સનકાદિક નારદ ત્રિપુરારી;
વિમળ નામ રટે વારંવારી
આરતી પ્રગટ
અનંતકોટિ ભુવનેશ ભવાની;
સબવિધ મહિમા શકત નહિ જાની
આરતી પ્રગટ
ધરત ધ્યાન દૃઢ યોગી મુનિશ્વર;
શેષ સહસ્રમુખ રટત નિરંતર
આરતી પ્રગટ
નરનાટક ક્ષર અક્ષર ન્યારા;
પુરુષોત્તમ પૂરણ જન પ્યારા
આરતી પ્રગટ
નૌતમ રૂપ અકળ છબી ન્યારી;
બ્રહ્માનંદ જાવત બલિહારી
આરતી પ્રગટ