20 પીર રામદે ની આરતી


ધૂપ ધુવાળે ધ્યાનથી, બંદગી કરું શ્યામ;
દર્શન દેજો પીર રામદે, તમે રણુજા નાં રાય.

પીર રામદે ની આરતી
લાંછા ને સગુણા ઉતારે ધણીની આરતી;
હરજી ભાટી રે રૂડાં ચમ્મર ઢોળે
પીર રામદે ની આરતી…

પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યાં;
ઘર અજમલ અવતાર લીયો
પીર રામદે ની આરતી…

માલ મલીદા પીર ને ચડે ચક-ચૂરમા;
ગૂગળનો રે ધમરોળ ચડે
પીર રામદે ની આરતી…

ઢોલ નગારા પીરનાં વીણા જંતર વાગે;
કાંસીયાનો રણકાર પડે
પીર રામદે ની આરતી…

હરિ નાં ચરણે “ભાટી હરજી” રે બોલ્યા;
નવખંડમાં નિશાન ચડે
પીર રામદે ની આરતી…


Leave a Reply

Your email address will not be published.