162 સદગુરૂ તમે મારા તારણહાર


હે સદગુરૂ તમે મારા તારણહાર
હરિ ગુરૂ તમે મારા તારણહાર
આજ મારી રાંકની અરજી રે પાવન ધણી
સંભાળજો ગુરૂ જી હો…હો… જી

એવા ઉંડા સાગરને હંસલા નીર ઘણા,
ગુરુજી હો… હો… જી.
કે બેડી મારી કેમ કરી ઉતરે પાર (2)
આજ મારી રાંકની અરજી રે પાવન ધણી
સંભાળજો ગુરૂ જી હો…હો… જી.

એવા ઉંચા પર્વત ને હંસલા બોલ ઘણા,
ગુરુજી હો… હો… જી.
કે બેડી મારી કેમ કરી ઉતરે પાર
આજ મારી રાંકની અરજી રે પાવન ધણી
સંભાળજો ગુરૂ જી હો…હો… જી.

હે સદગુરૂ તમે મારા તારણહાર
હરિ ગુરૂ તમે મારા તારણહાર
આજ મારી રાંકની અરજી રે પાવન ધણી
સંભાળજો ગુરૂ જી હો…હો… જી

એવા ગુરુ ના હે પ્રતાપે ડુંગરપુરી બોલ્યાં ગુરૂ જી
હે દેજો અમને તમારા ચરણોમાં વાસ..
આજ મારી રાંકની અરજી રે પાવન ધણી
સાંભળજો ગુરૂ જી જી …હો …હો…જી.


Leave a Reply

Your email address will not be published.