165 પધારો ગુરુ મારા સતની વેલડીએ


પધારો ગુરુ મારા સતની વેલડીએ,
આવા રૂડા ઋતે સત ફળ જોને લાગ્યા રે હાં
બીજને વરતી તમે બીજક વાવો,
તમે વાવોને વિશ્વાસ જાણી;
હે કરણીનાં તમે ક્યારા બાંધો,
પ્રેમનાં સીંચજો પાણી;
પધારો ગુરુ મારા સતની વેલડીએ…

ઊગી છે અમરવેલ,
એના મૂળ તો કિયારા મેલી;
હે ફાલી ફૂલી ને સંતો
એ તો નીજીયા ધરમમાં રહેલી
પધારો ગુરુ મારા સતની વેલડીએ…

પ્રથમ ભક્તિ પ્રહલાદે જાણી,
રાજા હરિશ્ચંદ ને તારાદે રાણી;
હે પાંચ પાંડવ ને સતી દ્રૌપદી,
રાજા બલિને ઘેર ઓળખાણી
પધારો ગુરુ મારા સતની વેલડીએ…

ભાઈલાનાં ભાગ્ય જાગે,
તે’દિ વેલડીએ રૂડાં ફળ લાગે;
હે ધરમની તમે મર્યાદા પાળો,
અને ખરી વૃત્તિમાં ખેલો
પધારો ગુરુ મારા સતની વેલડીએ…

ભાઈલા ધીર ભાવ રાખો,
ડાળીયું મેલીને તમે ફળને ચાખો;
હે બોલીયા છે ‘લીરલ’ બાઈ,
તમે સદાય શરણમાં રાખો
પધારો ગુરુ મારા સતની વેલડીએ…


Leave a Reply

Your email address will not be published.