01 મારી આંખોના આંસુ


(હો ભલે ભુલી ગઈ વાતો મુલાકાતો
હો ભલે ભુલી ગઈ એ દિવસો એ રાતો)..૨
ભુલી ગઈ પ્રેમનો જમાનો,
ભુલી ગઈ હતો એક દીવાનો,
પણ એક દાડો એવો આવશે,
વિધાતા મારી ભેળા આવશે,
મારી આંખોના આંસુ તારી આંખે આવશે…૨
હો ભલે ભુલી ગઈ વાતો મુલાકાતો…

હો ફોનમા કરતી હતી આખી રાત વાતો
ફોન ના લાગે તો રડતી મારી આંખો,
ભુલ કરી કે તારો વિશ્વાસ રાખ્યો,
જીવ કહીને મને જીવતા બાળી નાખ્યો
પણ એક દાડો એવો આવશે,
વિધાતા મારી ભેળા આવશે,
મારી આંખોના આંસુ તારી આંખે આવશે…૨
હો ભલે ભુલી ગઈ વાતો મુલાકાતો…

કરેલુ તારુ તારા પગમા રે આવશે,
તારુ પોતાનુ જ્યારે રોવરાવશે,
સાચા રે પ્રેમની હાય તને લાગશે
કોઇ નહી હોય તારી રાતો રે જાગશે
હો તારી ભુલનો પછતાવો રે થાશે,
ત્યારે બહુ બધુ મોડુ થઈ જશે,
મારી આંખોના આંસુ તારી આંખે આવશે…૨
હો ભલે ભુલી ગઈ વાતો મુલાકાતો…


Leave a Reply

Your email address will not be published.