12 દુવામા રોજ તને માંગુ


ભગવાન પાહે રોઝ એટલું માંગુ
હો ભગવાન પાહે રોઝ એટલું માંગુ
તું હોઈ સાથે જયારે હું રે જાગું
ભગવાન પાહે રોઝ એટલું માંગુ
તું હોઈ સાથે જયારે હું રે જાગું
દુવામા મારી હું તને રે માંગુ
હો મારી દુવામા રોજ હું તને રે માંગુ

હો તું દુર જાય તો રડવા લાગુ
તારા વગર ના હું જીવવા માંગુ
તું દુર જાય તો હું રડવા લાગુ
તારા વગર ના જીવવા માંગુ
હો દુવામા મારી હું તને રે માંગુ
હો મારી દુવામા રોજ હું તને રે માંગુ

હો તારા વગર દિલ લાગે ના મારૂં
તું જો ના હોઈ તો શું થાહે અમારૂ
હો તને ના જોવું તો સાવ સુનું લાગે
જોઈને તને ભાવ અંતરના જાગે
હો તારા વગર તો હું ઉદાસ લાગુ
જોઈને તને વાલી હસવા લાગુ
તારા વિના તો હું ઉદાસ લાગુ
તને જોઈને વાલી હસવા લાગુ
હો દુવામા મારી હું તને રે માંગુ
હો મારી દુવામા રોજ હું તને રે માંગુ

જનમો જનમ સાથ છુટે ના તારો
તારા વગર જીવ જાય છે જોને મારો
હો ભવતે ભવનો તું છે સહારો
છોડે ના છુટે વાલી જો જે સથવારો
હો તારા વગર સાવ હું અધુરો લાગુ
તું હારે હોઈ તો લાગે જગ જીતી જવ આખું
હો તારા વગર સાવ હું અધુરો લાગુ
તું હારે હોઈ તો લાગે જગ જીતી જવ આખું
હો દુવામા મારી હું તને રે માંગુ
હો મારી દુવામા રોજ હું તને રે માંગુ


Leave a Reply

Your email address will not be published.