81 અમે ગોમડા ના દેશી


હો તમે શેર ના વિદેશી અમે ગોમડા ના દેશી
હોય સેતર નો વાયરો ના ઘર માં ઠંડી એસી
તમે ફેશન વાળા તમે નખરા વાળા
હો અમે તો ગોમ માં જપીયે માળા

હો ટૂંકા ટૂંકા કપડાં પેરી આયા તમે ચ્યોંથી
અમે શર્ટ ના હેઠે પેરીએ જોરદાર ધોતી
તમે ફેશન વાળા તમે નખરા વાળા
હો અમે તો ગોમ માં જપીયે માળા

હો તમે તો લાગો બોલિવૂડ ના એક્ટર રે
તારે ઇનોવા મારે ટ્રેક્ટર રે
અમારા ગામ ના તને રોટલા ચ્યો ભાવશે
પિઝા બર્ગર મારા ગોમાંમાં ના મળશે
હે ખાવા મળશે ખાજા ના મળે પીવા માજા
હો અમે તો દૂધ પી ને રઈએ હાજા

હો તમે શેર ના વિદેશી શેર ના વિદેશી
હો જવું પડશે શેતર માં વાઢવા ઘઉં
હમજો ને વાત તમને ફાવે નઈ બૌ
હો ગરીબ ના ઘર ની ચમ બનાવા માંગો વૌ રે
લાજ કાઢી ઘર માં રેવું કાઠું બૌ રે

તમે થયો સો મારા થઇ ને રેજો હારા
હો ચમ સો ભાભી ભાઈબંધ કેસે અમારા
હો હતા શેર ના વિદેશી થઇ ગયા ગોમડા ના દેશી
થઇ ગયા ગોમડા ના દેશી


Leave a Reply

Your email address will not be published.