હો ગોમ ટોળાના વડલે જાનું લખિયું તારું નોમ
હે ગોમ ટોળાના વડલે જાનું લખિયું તારું નોમ
હે તારો મારો પ્રેમ જુનો જોણે આખું ગોમ
તારા મારા પ્રેમનું અમર એ નીસોન
હો ભૂલી ના જાતી ગોડી તુ તો કોઈ કારે
જીવું છુ હું તો એક તારા રે આકારે
હો આજ તારા ને મારા વચ્ચમાં તીજુ લાયુ કોણ
હો આજ તારા ને મારા વચ્ચમાં તીજુ લાયુ કોણ
ભૂલી ગઈ મને ચમ પડતો મેલી ઓમ
હો ગોમ ટોળાના વડલે જાનું લખિયું તારું નોમ
તારા મારા પ્રેમનું અમર એ નીસોન
હો કીધા વગર તુ મારા થી દુર રે જઈસે
એટલા બધા દાડા ચોકન તુ રાઈસે
હો મળતી નથી કેવી હવે મજબૂરી થઇ સે
લાગે મારા માટે લાગણીયો મરી જઈ સે
હો મેલી ગઈ તુ તો મને હાવ રે નોધારો
નથી હવે માર કોઈનો સહારો
હો લજ્વાસે જો પ્રીત તો વાતો કરશે આખું ગોમ
હો લજ્વાસે જો પ્રીત તો વાતો કરશે આખું ગોમ
પછી તારા મારા પ્રેમનું ના રેહશે રે નીસોન
હો ગોમ ટોળાના વડલે જાનું લખિયું તારું નોમ
તારા મારા પ્રેમનું અમર એ નીસોન
હો ગોમ મારો બસ તારા પર રાજી થાઇ
તારા દુઃખ દર્દ બધા મને આપી જા
હો કઈ દયો ને દુઆ માં શું તમે માંગ્સો
દુર ગયા પાછી શું આમને યાદ રાખસો
હો કોમ પડે તો ગોડી ફોને મને કરજે
ના લાગે જો ફોને તો આવી મને મળજે
હે નઈ કરીએ ગોડી આમે તને રે બદનોમ
હો નઈ કરીએ ગોડી આમે તને રે બદનોમ
તારા મારા પ્રેમનું અમર એ નીસોન
હો ગોમ ટોળાના વડલે જાનું લખિયું તારું નોમ
તારા મારા પ્રેમનું અમર એ નીસોન