40 આઈ જાગે છે


હે હજી મારી આઈ જાગે છે રે
હજી મારી આઈ જાગે છે રે
એવા ભણકાર વાગે છે રે

હજી મારી આઈ જાગે છે રે
એવા ભણકાર વાગે છે રે
ડગો ડગ આઈ આગે છે
ડગો ડગ આઈ આગે છે
તારી કૃપાથી પંથડા કાપ્યા રે
આઈ કંઈક પરચા આપ્યા રે

હે હજી એક હાકલો કરજે રે
હજી એક હાકલો કરજે રે
ભરોસો ઉરમાં ભરજે રે
પાછો ઇતિહાસ જો સરજે
પાછો ઇતિહાસ જો સરજે
તો માનજે મોગલે વેણને આપ્યા રે
આઈ કંઈક પરચા આપ્યા રે

હે ઉભો હજી આભ છે આજ રે
ઉભો હજી આભ છે આજ રે
સાતે સાત દરિયા ગાંજે રે
રૂડા વાહોલીયાં વાંજે રે
રૂડા વાહોલીયાં વાંજે રે
આજ આષઢે મેઘ થઈ વ્યાપ્યા રે
આઈ કંઈક પરચા આપ્યા રે

હે તું છો ત્રણ લોકની રાજા રે
તું છો ત્રણ લોકની રાજા રે
ચારે ચાર જુગ તે છાજ્યા રે
તોળા સ્વરૂપ નીત તાજા
તોળા સ્વરૂપ નીત તાજા
વાહ માંડી પરમાણ તે આપ્યા રે માં
આઈ કંઈક પરચા આપ્યા રે

હે હજી મારી આઈ જાગે છે રે
હજી મારી આઈ જાગે છે રે
એવા ભણકાર વાગે છે રે
ડગો ડગ આઈ આગે છે
ડગો ડગ આઈ આગે છે
તારી કૃપાથી પંથડા કાપ્યા રે
આઈ કંઈક પરચા આપ્યા રે

ભજન ડાઉનલોડ કરો


Leave a Reply

Your email address will not be published.