સાહેબને સમર્યા વિના પાર ન પહોંચે,
આ તો ધુતારાનાં શહેર જી જી રે
આવ્યા તે દિ બંદા શું બોલી બોલતો
હવે બોલે છે એમાં બહુ ફેર છે જી રે.
કુડી કમાણી બધી ચોપડે ચડશે,
લેખા લેવાં સાહેબ તેને તેડો રે.
મોરપાઇમાં બંદા મોહી રહ્યા છે,
મારન તુને તારી વેડશે રે.
મિથ્યા માયામાં તારો જીવડો લલચાણો,
પ્રભુજી ભજન સાથે તારે વેર છે રે.
સમુંદરમાં રુડી છે! નીપજે,
છીપે છીપે ધણો ફેર છે રે.
સાધુ થયા તેથી શું થયું છે?
પ્યાલે ગાલે ઘણો ફેર છે રે.
કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે,
જેને માથે સાહેબની મેર છે