96 સત્સંગનો રસ ચાખ પ્રાણી તું


સત્સંગનો રસ ચાખ પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ
પ્રથમ લાગે તીખો કડવો, પછી આંબા કેરી સાખ.
પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ

આ રે કાયાને ગર્વ ન કીજીયે અંતે થવાની છે રાખ
હસ્તી ને ધોડા, માલ ખજાનાં, કોઇ ન આવે સાથ.
પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ

સતસંગથી એ ધડીમાં મુકિતી, વેદ પુરે છે સાખ
બાઇ મીરા કહે પ્રભુ ગિરિધરનાગર, હરિચરણે ચિંત રાખ
પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ


Leave a Reply

Your email address will not be published.