108 બંસીવાલા આજો મોરે દેશ


બંસીવાલા આજો મોરે દેશ બંસીવાલા આજો મોરે દેશ.
આજો મોરે દેશ, હો બંસીવાલા આજો મોરે દેશ
તોરી શામળી સૂરત હદ વેશ…
બંસીવાલા આજો.

આવન આવન કેહ ગયો, કર ગયો કોલ અનેક;
ગણતાં ગણતાં ધસ ગઇ જીભા,હારી આંગળીઓની રેખ..
બંસીવાલે આજો

એક બન ઢૂઢી, સકલ બન ઢૂઢી, ઢૂઢો સારો દેશ;
તોરે કારણ જોગન હોઉંગી, કરુંગી ભગવો વેશ..
બંસીવાલે આજો

કાગદ નાહિ મારે સ્વાહિ નાહિ, કલમ નહિ લવલેશ
પંખીનું પરમેશ નહિ, કિન સંગ લખે સંદેશ ?
બંસીવાલે આજો

મોર મુગુટ શિર છત્ર બિરાજે, ધુંધરવાળા કેશ;
મીરા કે પ્રભુ ગિરધરના ગુણ, આવોની એણે વેશ
બંસીવાલે આજો


Leave a Reply

Your email address will not be published.