હે વાર વારજે તુ મનના વેગ વારજે
આ મૂળમાથી અભિમાન ત્યાગી,
મોહ મમતાને મારજે
રોજ પ્રભાતે ઉઠીને, શ્રી હરિને સંભારજે
દેહશુધ્ધિ કરી દિલમા, વેદમંત્ર ઉચ્ચારજે.
હે વારજે વારજે તુ મનના વેગ વારજે
જેમા ન મળે પાપ જરિએ, ભાઇ તેવો ધંધો તુ ધારજે
વિદેશ કદી જુઠ વચનો, સત્ય વચનો ઉચ્ચારજે
હે વારજે વારજે તુ મનના વેગ વારજે
સ્નેહીજનને સાથે લેજે, ઓલા હઠીલાથી હારજે
દાન દેજે દુર્બળ દેખી, હામ દેખી ચિત ઠારજે
હૈ વારજે વારજે તુ મનના વેગ વારજે
આશા કરીને કોઇ શરણે આવે, અને તે નિત ઉગારજે
કહે પિંગલ નામ કરજે, આપ વંશ ઉગારજે.
હે વારજે વારજે તુ મનના વેગ વારજે