52 આયલ ના અવતારે ઉજળા


માડી અમે તમારા અવતારે આયલ ઉજળા
માતાજી અમે તમારા અવતારે જગમાં ઉજળા
માડી તારા છોરુડાનો એક જ તું આધાર
અમીયલ નજરું રાખજે
માડી તારા છોરુડાનો એક જ તું આધાર
અમીયલ નજરું રાખજે
હે માં માછરાળી માં મોગલ માં

માડી તમે કંકણ પર્યા ને હેમની કિમતું વધી
માડી એ તો તોલાના મૂલે તોલાય
અમીયલ નજરું રાખજે
માડી એ તો તોલાના મૂલે તોલાય
અમીયલ નજરું રાખજે
હે માં માછરાળી માં મોગલ માં

માડી તમે હારલો પેરોને હીરાના મોલ રે વધ્યા
માડી એ તો પથરા મુગટમાં મઢાય
અમીયલ નજરું રાખજે
માડી એ તો પથરા મુગટમાં મઢાય
અમીયલ નજરું રાખજે
હે માં માછરાળી માં મોગલ માં

માડી તારા કિરતીના તોરણ ઊચા આસને
માડી તારા કવિ રે કેદાન ગુણલા ગાય
અમીયલ નજરું રાખજે
માડી તારા કવિ રે કેદાન ગુણલા ગાય
અમીયલ નજરું રાખજે
હે માં માછરાળી માં મોગલ માં

Mp3 ભજન ડાઉનલોડ કરો


Leave a Reply

Your email address will not be published.