હો જિંદગી ને ફૂલો ની જેમ મહેકાવી
હો જિંદગી ને ફૂલો ની જેમ મહેકાવી
જિંદગી ને ફૂલો ની જેમ મહેકાવી
તું મારી સફળતાની ચાવી
હો કામયાબી તોરણ જેમ બારણે સજાવી
કામયાબી તોરણ જેમ બારણે સજાવી
તું મારી સફળતાની ચાવી
હો ચોઘડિયા ના પગલાં એના જાણે શુકન
શુભ ઘડીથી બન્યું લાભદાઇ જીવન
ચોઘડિયા ના પગલાં એના જાણે શુકન
શુભ ઘડીથી બન્યું લાભદાઇ જીવન
હો જિંદગી ને ફૂલો ની જેમ રે મહેકાવી
જિંદગી ને ફૂલો ની જેમ મહેકાવી
તું મારી સફળતાની ચાવી
તું મારી સફળતાની ચાવી
હો સરળ સ્વભાવ છે સાવ એનો ભોળો
સોના તાંતણે બાંધ્યો એને મારો રે માળો
હો પરિવારની પ્રિયને લાડવાઇ સૌને
પડતો બોલ જીલે ને સાચવે છે મને
હો જયારે જોવું ત્યારે હોય ચહેરો હસતો
દરેક સમશ્યાનો ઉકેલે એ રસ્તો
જયારે જોવું ત્યારે હોય ચહેરો હસતો
દરેક સમશ્યાનો એ ઉકેલે રસ્તો
હો જિંદગી ને ફૂલો ની જેમ રે મહેકાવી
જિંદગી ને ફૂલો ની જેમ મહેકાવી
તું મારી સફળતાની ચાવી
હો વાલી તું મારી સફળતાની ચાવી
હો ગુણવંતી એતો અતિ ગુણવાન છે
ધર્મપત્ની એ મારી ભાગ્યવાન છે
હો નિખાલશ છે ને મન થી નિર્મલ છે
એના હાથે બધા કામ મારા સફળ છે
સુખ મારુ સરનામું પૂછતું આવ્યું
મારા ઘર ને એને મંદિર બનાવ્યું
સુખ મારુ સરનામું પૂછતું આવ્યું
મારા ઘર ને એને મંદિર બનાવ્યું
હો જિંદગી ને ફૂલો ની જેમ રે મહેકાવી
જિંદગી ને ફૂલો ની જેમ મહેકાવી
તું મારી સફળતાની ચાવી
તું મારી સફળતાની ચાવી