ભલે રે ઓઢ્યો રે માડી તમે ભેળીયો
માડી તારા ભેળીયામાં ઉજળા અમારા ભાવી રે,
મચ્છરાળી મોગલ
ભલે રે ઓઢ્યો રે માડી તમે ભેળીયો
માડી એવો આદી રે અનાદી જુનો ભેળીયો રે,
માડી એમાં ચિતર્યા જોને ચૌદ રે બ્રહમાંડ રે…
મચ્છરાળી મોગલ
ભલે રે ઓઢ્યો રે માડી તમે ભેળીયો
માડી તારા બાના રે પેરી ને જગમાં માલતા રે,
માડી તમે રાખો રે બાના કેરી લાજું રે….
મચ્છરાળી મોગલ
ભલે રે ઓઢ્યો રે માડી તમે ભેળીયો
માડી એવા કિશન રે કવિની આ છે વિનતી રે,
માડી હવે અમને રે ઉતારો ને ભવપાર રે…
મચ્છરાળી મોગલ
ભલે રે ઓઢ્યો રે માડી તમે ભેળીયો