હે વાલા તારી વેણુના સુર
હે વાલા તારી વેણુના સુર
હે વાલા તારી વેણુના સુર
હૈયાને કરતા બે હાલ રે
હે નેણે નિંદરડી ના આવે
આખી રાતલડી જગાડે
હે નેણે નિંદરડી ના આવે
આખી રાતલડી જગાડે
કેવા કામણ તે કીધા ગોપાલ
હે ગોરી તારા નેણોના તીર
કાળજડા પર કરતા વાર રે
હે તારી કેડનો ઉલાળો
કાળી આંખડીનો ચાળો
તારી કેડનો ઉલાળો
કાળી આંખડીનો ચાળો
મારા દલડામાં કરતો ધમાલ
હે વાલા તારી વેણુના સુર
હૈયાને કરતા બેહાલ રે
હે ગોરી તારા નેણો નાતીર
કાળજડા પર કરતા વાર
રે હો કાન કેવી તે માયા જગાડી રે
હો મારા તન મનમાં પ્રીત્યું જગાડી રે
હે સુનો મન ગમતી રાધા રૂપાળી રે
પ્રીત્યુ જન્મો જનમની અમારી રે
હે મારી ચુંદડીને કોર
બોલે જીણાજીણા મોર
હે મારી ચુંદડીને કોર
બોલે જીણાજીણા મોર
મારા અંતરમાં ઉડે ગુલાલ
હે ગોરી તારા નેણોના તીર
કાળજડા પર કરતા વાર રે
હે વાલા તારી વેણુના સુર
હૈયાને કરતા બેહાલ રે
હે મારા કાળજડે આવી પુરાણોરે
હે લાગી જીવથી વધારે તું વાલો રે
હે રુદિયાના રંગે રંગાણો રે
હા મારા ધડકનનો શ્વાસ તું નિરાળો રે
હે તારા મીઠા મીઠા બોલ
એના થાય નહીં મોલ
હે તારા મીઠા મીઠા બોલ
એના થાય નહીં મોલ
મને મન ગમતું કરતો રે વાલ
ગોરી તારા નેણોના તીર
કાળજડા પર કરતા વાર રે
હે વાલા તારી વેણુના સુર
હૈયાને કરતા બે હાલ રે
કાળજડા પર કરતા વાર રે