60 મેળો ભરાણો મોગલ ધામમા


માં મોગલ મા માં મોગલ મા
નગારા નોબતું વગાડો
મોગલમાની ચરજુ રે સંભળાવો
આજ મારો મેળો રે ભરાણો મોગલ ધામમાં રે
આજ મારો મેળો રે ભરાણો મોગલ ધામમાં રે

મોગલ માનો તરવેડો હોરાવો
સાંધણ સરૂ સોયરો રે મંગાવો
કાળી લાઈનું કાપડું લઈ આવો
હાસા અટલની જમણી રે લાવો
આજ માનો મેળો રે ભરાણો મોગલ ગામમાં
આજ માનો મેળો રે ભરાણો મોગલ ગામમાં

ચોખા ઘી નદી રે પ્રગટાવો
શ્રીફળનાં સ્થાપન કરાવો
ધૂપ દીપ આરતીયું ઉતારો
મોગલ માનો તરવેડો રે વધાવો
આજ માનો મેળો રે ભરાણો મોગલ ગામમાં
આજ માનો મેળો રે ભરાણો મોગલ ગામમાં

હો માતાજીને પાવળીયાને તેડાવો
ડાકલીયા વાલા ડાકલું વગાડો
એવો રૂડું મેળાવ ઢોલ વગડાવો
મોગલમાં મેડલે રમવાને આવો
આજ માનો મેળો રે ભરાણો મોગલ ધામમાં
આજ માનો મેળો રે ભરાણો મોગલ ધામમાં રે

ભદુભા ને ઉમંગ ઘણેરો
મોગલ માને વાલો છે હે તરવેડો
મોગલ માં કરશે રે ખમકારો
માતાજીને માથું રે નમાવો
આજ માનો મેળો રે ભરાણો મોગલ ધામમાં
આજ માનો મેળો રે ભરાણો મોગલ ધામમાં રે


Leave a Reply

Your email address will not be published.