28 લઇ જા કાનુડા તારી દ્વારકામાં


લઇ જા લઇ જા કાનુડા તારી દ્વારકામાં
લઇ જા લઇ જા કાનુડા તારી દ્વારકામાં
લઇ જા લઇ જા કનૈયા તારા ધામમાં
મારે આઠે ઓરડા ને નવ ઓસરી
મારી વહુવારુ દીકરી દ્વારકા નીસરી
મારે રાંઘતા પીરસતા વેળા જાય મારા વાલા
લઇજા લઇજા ને તારી દ્વારિકામાં
લઇજા લઇજા સોનાની તારી નગરીમાં કાનુડા

અરે ભૂરી ગાય ના વાછડા ને ભુલા પડ્યા વનવાસ
વેરણ વાગે સે વાગે સે વેરણ વાગે સે
અરે ચેવા તમારા કાનજી શેનો સે એઘોણ
વેરણ વાગે સે વાગે સે વેરણ વાગે સે
કાળા અમારા કાનજી ને મોરલી એ એઘોણ
વેરણ વાગે સે વાગે સે વેરણ વાગે સે

લઇ જા લઇ જા ગોવિંદ તારા ગોકુળમાં
લઇ જા લઇ જા ગોવિંદ તારા ગોકુળીયામાં
મારે સાતે સાઢુ ને નવ નવ ગાવડી
મારે દુઝણે ચાલે ઘરની નાવડી
મારે દોયે વલોણે વેળા જાય મારા કાના
લઇ જા ગોપાલ તારા ગોકુળમાં
લઇ જા લઇ જા કાનુડા તારા ગોકુળીયામાં મને

લઇ જા લઇ જા માઘવ તારી મથુરામાં
મને લઇ જા માઘવ તારી મથુરામાં
મારે પાઘર ખેતર ને વગડે વાડીયુ
ગોવિદ બામ્બા કે દ્વારકાનાથ હાલીયુ
મારે વાવવા લણવા દાડા જાય મારા માઘવ
લઇ જા લઇ જા ને તારી મથુરામાં
મને લઇ જા લઇ જા ને તારી મથુરામાં માઘવ

લઇ જા લઇ જા કાનુડા તારી દ્વારિકામાં
મને લઇ જા કાનુડા તારી નગરીમાં
મારે સાતે દીકરા ને સાત વહુવારુ
એમના બહુડા ને દુઘ પાણી પાવુ
મારે વહીવટ વહેવાર માં વેળા જાય મારા માઘવ
લઇ જા લઇ જા ને તારા મલકમાં
મને લઇ જા તુ તો દ્વારિકામાં
મને લઇ જા કાનુડા તારા દેશમાં


Leave a Reply

Your email address will not be published.