35 દિલમાં છે તું


હો દિલમાં છે તું દુવાઓમાં તું..
પ્રિત્યુનાં તરસ્યા આ નેણોમા તું..
હે..પળભર તું દિલથી અળગી નાં જાતી..
હરપળ તું આંખોમાં મલકાતી રહેતી..
સવાલોમાં તું જવાબોમાં તું..
પ્રિત્યુના તરસ્યા આ નેણોમા તું..

હો જીવતરની ખાલી પડીથી રંગોળી..
આવી તે રંગોની ગાગરડી ઢોળી..
હે..મનડું ભીંજાયુ તારા રંગે મારું..
શ્વાસોની સરગમ જપે નામ તારું..
હે ખુશીઓમાં તું આંસુઓમાં તું..
પ્રીત્યુના તરસ્યા આ નેણોમા તું..

હો કંકુ વરણી છે આ કાયા રૂપાળી..
ઘૂંઘટ માં મલકે છે છાનું જોબનીયું..
હે..પ્રીત્યુમાં પાંગરતી પૂતળીની જેવી..
કવિની કલમનું તું સપનું રૂપાળું..
આશાઓમાં તું નિરાશામાં તું..
પ્રીત્યુનાં તરસ્યા આ નેણોમાં તું..

સુંદર ચેહરો એવોત્તો પ્યારો..
જોયાજ કરું બસ આખો જન્મારો..
હે..તારી પાંપણ ઢળે તો સાંજ ઢળે..
જો ઉઠે પાંપણ તો પ્રભાત પડે..
પીડાઓમાં તું દવાઓમાં તું..
પ્રીત્યુનાં તરસ્યા આ નેણોમાં તું..


Leave a Reply

Your email address will not be published.