હો મારાં દિલ ને તોડી ને ભલે ભૂલી જાય મને
એક નાની અમથી વાતે ભલે છોડી જાય મને
મારાં વિના પડીશ તું એકલી
તારા વિના પડીશ હું એકલો,
મારાં વિના તને કેમ ગમશે…
અરે યાદ તો તને આવશે મેં લાડ એવા લડાયા છે
અરે યાદ તો તને આવશે મેં તને લાડ એવા લડાયા છે
હો મારાં દિલ ને તોડી ને ભલે ભૂલી જાય મને
એક નાની અમથી વાતે ભલે છોડી જાય મને
હો મન મોટાને દિલ દરિયા છે
તમે ભૂલી જાવ એવો ના મારો પ્યાર છે હા.
હા. તમારી ઉપર દીધો જીવ અમે વારી,
આમ છોડી જાવતો હાલત શું થશે અમારી
હો તારા વાલમ વિનાની રાત્યું હા .
હા. તારા પાગલ વિનાની રાત્યું
તારે આઠે પોર અંધારું,
મારાં વિરહ માં રાત જાશે…
હૈયાના હેત સાંભરશે મેં લાડ એવાં લડાયા છે
મળવાનો મનખો જાગશે તને લાડ એવાં લડાયા છે
હો મારાં દિલ ને તોડી ને ભલે ભૂલી જાય મને
એક નાની અમથી વાતે ભલે છોડી જાય મને
હો મારાં રુદિયાનું તું છે રમકડું,
હસતું રાખ્યું મેં તો સદા તારું રે મુખડુ,
હો છોડી ને જવાની રીત તારી કેવી,
બાકી તારી મારી જોડી નથી જેવી તેવી…
તમે રાખો મનડાં મોટા અમારા વાલ નથી ખોટા
મારા જેવો પ્રેમ ના કોઈ કરશે …
અરે યાદ તો તને આવશે વાલમે લાડ એવાં લડાયા છે
અરે યાદ તો તને આવશે ગોપાલે લાડ એવાં લડાયા છે
આવેજ ને ગાંડી યાદ મેં તને લાડ એવા લડાયા છે
હતો વિશ્વાસ રે મને મેં તને લાડ એવા લડાયા છે…