જેનું જગત છોડે સાથ એનું ઠાકર જાલે હાથ
જેનું હગું કોઈ ના થાય એનું ઠાકર માને બાપ
હો હેત કરી હૈયું કે દ્વારકે જાવું
અરે એની હારે અમારે સગપણ ઝૂનું
એની હાતે રે હવેલીયું હવા લાખની રે
એનો રાજવારું મારો કર્શન કોણજી રે કર્શન
હોના સિંહાસને પથારી પાથરી રે
એનો રાજધણી કર્શન કર્શન કોનજી રે
જુના તોલે હોનું હોયસે મોંઘું રે
ઠાકરવાના જીવ અમારે કાટું રે
જેને મળ્યો એનું કર્યું હારું રે
આખી જગત કરે એના હાટ અડાણું
રે હો મારો ગાયોનો ગોવાળ માણે આજ મોટા રાજ
અરે ભલે માતા ભલે તને જાજેરા જુહાર
અમારા હૈયા ના તાર અડે એના રાજમાં રે
અમે વગડે ભેળી ગાયું બહુ સારતા રે
એની હાતે રે હવેલીયું હવા લાખણી રે
એનો રાજવારું મારો કર્શન કોણજી રે કર્શન
હુકમ થાય તો જવાય કાના રાજમાં રે
દેવળ માયલો દેવ મળશે ભવે ભવમાં રે
ઘૂમતી ગાય મધરા ગાણા રૂડા રાગમાં રે
મોરા નથી જોયા ઠાકરના વેવાર રે
હો દરિયા વચ્ચે બાંધ્યા એને ધર્મના ધામ
અરે લાખો રે આફતના મળે ત્યાં સમાધાન
જ્યાં બેઠો ત્યાં રજવાડું વાલે પાથર્યું રે
દરિયા વચ્ચે બાંધ્યો બંગલો મોટું આંગણું રે
એની હાતે રે હવેલીયું હવા લાખણી રે
એનો રાજવારું મારો કર્શન કોણજી રે કર્શન