નેણલા ઠર્યા …૨ મૂર્તિ તારી જોય જલા, નેણલા ઠર્યા
ડાબા હાથમાં લીધી લાકડી જમણે હાથે માળા
માથે ધોળી પાઘ સોહેછે ભક્તો ના રખવાળા
નેણલા ઠર્યા …૨ મૂર્તિ તારી જોય જલા, નેણલા ઠર્યા
મૂર્તિ મંગલકારી એમાં રામ રૂપ અમે જોયું.
નીરખી ને સુખ પુરણ પામ્યા મનડું મારું ખોયું.
નેણલા ઠર્યા …૨ મૂર્તિ તારી જોય જલા, નેણલા ઠર્યા.
મલકે મુખડું મંદ મંદ ને વાણી પાવનકારી.
કામ ક્રોધ ને બાળી નાખે અલખના અવતારી.
નેણલા ઠર્યા …૨ મૂર્તિ તારી જોય જલા, નેણલા ઠર્યા.
પાર્ષદ પ્યારી મૂર્તિ તારી ધરતો હરદમ ધ્યાન.
દર્શન કરતા દુખડા જાવે અંતરમાં આરામ.
નેણલા ઠર્યા …૨ મૂર્તિ તારી જોય જલા, નેણલા ઠર્યા.