ચાલો રે જયે વીરપુરમાં જલારામના ત્યાં ધામ છે.
સંત સવાયા જગમાં જોયા સૌને જય જલારામ છે.
સૌને જય જલારામ છે.ભાઈ સૌને જય જલારામ છે.
સોરઠ દેશે તીરથ મોટું જગ્યાનો મહિમા મહાન છે.
ભૂખ્યાને સૌવને ભોજન આપે સૌને જય જલારામ છે.
સૌને જય જલારામ છે.ભાઈ સૌને જય જલારામ છે.
અધમ ઉધારણ ભુજળ તારણ ભક્તોના વિસરામ છે.
નવધા ભક્તિ નામ સ્મરણમાં સૌને જય જલારામ છે.
સૌને જય જલારામ છે.ભાઈ સૌને જય જલારામ છે.
દર્શન કરતા દુખડા ટળતા ચરણે સુખ તમામ છે.
ત્રિવિધ કેરા તાપ ટાળે સૌને જય જલારામ છે.
સૌને જય જલારામ છે.ભાઈ સૌને જય જલારામ છે.
દેશ વિદેશ થી ભક્તો આવે અડસઠ તીરથ ધામ છે
ભક્તજનોના હૈયે વસતા સૌને જય જલારામ છે.
સૌને જય જલારામ છે.ભાઈ સૌને જય જલારામ છે.
સમર્થ દાતા છે સુખ દાતા ઠરવાનું એક ઠામ છે
ચરણે જાતા શાંતિ આપે સૌને જય જલારામ છે.
સૌને જય જલારામ છે.ભાઈ સૌને જય જલારામ છે.
પ્રગટ પરચા જોયા જાજા જગમાં અનેક પ્રમાણ છે
નરનારી ભાવે ગુણલા ગાતા સૌને જય જલારામ છે.
સૌને જય જલારામ છે.ભાઈ સૌને જય જલારામ છે.
જલા જગમાં અલા કહેવાણા સેવકના સુખ ધામ છે
દેવ દયાળુ દાની મોટા સૌને જય જલારામ છે.
સૌને જય જલારામ છે.ભાઈ સૌને જય જલારામ છે.
સંત સુહાગી મહા વૈરાગી રંક જનોના રામ છે
સ્મરણ કરતા સુખડા આપે, સૌને જય જલારામ છે.
સૌને જય જલારામ છે.ભાઈ સૌને જય જલારામ છે.
જલારામનું નામ લેતા આનદે અંગે ન માય છે
સંકટ સમયે યાદ કરજો સૌને જય જલારામ છે.
સૌને જય જલારામ છે.ભાઈ સૌને જય જલારામ છે.
પાર્ષદ પ્યારું સુખ દેનારું જલારામ નું નામ છે
જે જન ગાવે મુક્તિ પાવે સૌને જય જલારામ છે.