12 જલારામ નામની હો માળા છે


જલારામ નામની હો માળા છે ડોકમાં.
ખોટું બોલાય નહી પરને નીદાય નહિ.
જલિયાણ વિસરાય નહી હો માળા છે ડોકમાં
બાપના નામ ની હો માળા છે ડોકમાં.

ક્રોધ કદી થાય નહિ કોયને પીડાય નહિ.
કોઈને દુભવાય નહિ હો માળા છે ડોકમાં.
જલારામ નામની હો માળા છે ડોકમાં.
બાપના નામ ની હો માળા છે ડોકમાં.

પાપ ને પૂછાય નહિ પુણ્યને તજાય નહિ.
હું પદ ધરાય નહી હો માળા છે ડોકમાં.
જલારામ નામની હો માળા છે ડોકમાં.
બાપના નામ ની હો માળા છે ડોકમાં

સુખમાં છગાય નહી દુઃખમાં રડાય નહિ.
ભક્તિ ભૂલાય નહી હો માળા છે ડોકમાં.
જલારામ નામની હો માળા છે ડોકમાં.
બાપના નામ ની હો માળા છે ડોકમાં

બોલ્યું બદલાય નહિ ટેકને તજાય નહિ.
બાનું લજવાય નહી હો માળા છે ડોકમાં.
જલારામ નામની હો માળા છે ડોકમાં.
બાપના નામ ની હો માળા છે ડોકમાં

કડવું બોલાય નહી ઈર્ષા રખાય નહી.
એકલા ખવાય નહી હો માળા છે ડોકમાં.
જલારામ નામની હો માળા છે ડોકમાં.
બાપના નામ ની હો માળા છે ડોકમાં

સંતોની સેવા ને ભક્તિ ભૂલાય નહી.
સમરણ ભૂલાય નહી હો માળા છે ડોકમાં.
જલારામ નામની હો માળા છે ડોકમાં.
બાપના નામ ની હો માળા છે ડોકમાં


Leave a Reply

Your email address will not be published.