13 માળા રે જપીલે જલારામની


તારી એક એક પળ જાયે લાખની.
તુંતો માળા રે જપીલે જલારામની.

માનવ જીવન છે અણમોલ સમજીલે ભક્તિના મોલ
સાચી સમજણ મળી જલારામ નામથી
તુંતો માળા રે જપીલે જલારામની.
તારી એક એક પળ જાયે લાખની.
તુંતો માળા રે જપીલે જલારામની.

તુંતો તારું મારું છોડ જલારામથી નાતો જોડ.
પળ પળ સમરણ કરીલે ભક્તિ ભાવથી
તુંતો માળા રે જપીલે જલારામની.
તારી એક એક પળ જાયે લાખની.
તુંતો માળા રે જપીલે જલારામની.

હુંને મારું મિથ્યા જાણ સંતને ચરણે મોજ્તું માણ.
થાયે હૈયે હરખ જલારામ નામથી.
તુંતો માળા રે જપીલે જલારામની.
તારી એક એક પળ જાયે લાખની.
તુંતો માળા રે જપીલે જલારામની.

ટુકડામાંથી ટુકડો દેજો મુખે જય જલારમ કેજો.
તારી ઉપર કૃપા થશે જલારામની.
તુંતો માળા રે જપીલે જલારામની.
તારી એક એક પળ જાયે લાખની.
તુંતો માળા રે જપીલે જલારામની.

લેજો જલારામનું નામ કરજો સેવા ધર્મનું કામ.
મળે સર્વે સુખ જલારામ નામથી.
તુંતો માળા રે જપીલે જલારામની.
તારી એક એક પળ જાયે લાખની.
તુંતો માળા રે જપીલે જલારામની.


Leave a Reply

Your email address will not be published.